તારક મહેતાની ભૂમિકામાં જોવા મળતા શૈલેષ લોઢા અને ટપુ એટલે કે રાજ અનડકટે પણ શો છોડી દીધો છે.
જ્યારે આ કલાકારોએ શો છોડી દીધો તો ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા.
ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
ટીવીનો પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) અત્યારે ચર્ચામાં છે. તેની પાછળનું કારણ એ છે કે સતત કલાકાર આ શો છોડીને જઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. એટલું જ નહીં પરંતુ જે કલાકાર સતત 15 વર્ષથી આ શોનો ભાગ હતા તેમને પણ આ શો છોડી દીધો.
તારક મહેતાની ભૂમિકામાં જોવા મળતા શૈલેષ લોઢા અને ટપુ એટલે કે રાજ અનડકટે પણ શો છોડી દીધો છે. જ્યારે આ કલાકારોએ શો છોડી દીધો તો ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.
વીડિયોમાં એક બાળક (Jethalal)ને કંઈક એવું કહી દે છે કે જે સાંભળી તેઓ ગુસ્સે થઈ જાય છે. વાયરલ વીડિયોમાં દિલીપ જોશી (Dilip Joshi)ને એક ગુજરાતી ઈવેન્ટમાં સામેલ થતા જોઈ શકાય છે. આ ઈવેન્ટ દરમિયાન એક બાળકે જેઠાલાલ વિશે એવું કહ્યું કે જેને સાંભળીને તેઓ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તેઓ કહે છે કે તું ક્યા ક્લાસમાં છે બેટા? પછી આગળ કહે છે 10thમાં છું તો તું બબીતાજીની વાત કરી રહ્યો છે. આ સાંભળ્યા પછી બધા હસવા લાગે છે. દિલીપ જોશી જેઠાલાલાના કેરેક્ટરમાં એકદમ પરફેક્ટ છે. આ શોમાં કામ કર્યા પછી દિલીપ જોશીની ફેન ફોલોઈંગ વધારે વધી ગઈ છે.
દિલીપ જોશી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા છે
તમને જણાવી દઈએ કે જેઠાલાલ ટીવી સિયાવ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. સલમાન ખાન (Salman Khan) અને માધુરી દીક્ષિત (Madhuri Dixit)વી ફિલ્મ ‘હમ આપકે હૈં કૌન મેં’ પણ દિલીપ જોશી જોવા મળ્યા હતા. જ્યારે મોટા પડદા પર દિલીપ જોશી (Dilip Joshi)નો સિક્કો ચાલી શક્યો નહીં તો તેમણે નાના પડદા પર કામ કરવાનું શરૂ કર્યું. તારક મહેતા સિવાય દિલીપ જોશી ઘણા શોમાં જોવા મળ્યા છે પરંતુ તેમને સૌથી વધારે લોકપ્રિયતા તારક મહેતાથી મળી છે. તેમજ દિલીપ જોશી શોમાં જેવા દેખાય છે રિયલ લાઈફમાં તેઓ એકદમ તેનાથી એપોઝિટ છે.