વામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે
કે, આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસશે.
અમદાવાદ :
આજે નવરાત્રીનો બીજો દિવસ છે.
રાજ્યમાં નોરતાના પહેલા જ દિવસે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઇ હતી.
પરંતુ રાતે વરસાદ ન વરસતા ખેલૈયાઓની ખુશી બેવડાઇ હતી.
ત્યારે હવામાન વિભાગે નવરાત્રીમાં વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યુ છે
કે, આગામી ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ વરસશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે.
બીજી તરફ નવરાત્રી શરૂ થઇ ગઇ છે અને જેના કારણે ખેલૈયાઓમાં ચિંતા છે.
આગાહી પ્રમાણે, અમદાવાદમાં બુધવારે અને ગુરૂવારે સાંજે હળવા ઝાપટાંની શક્યતા છે.
જે બાદ વરસાદની સંભાવના નહિવત છે.
નોંધનીય છે કે, સોમવારે અમદાવાદ પૂર્વના મણિનગર, વટવા, ઓઢવ, સીટીએમ, હાટકેશ્વર સહિતના વિસ્તારમાં બપોરે વરસાદ વરસ્યો હતો.
પરંતુ પશ્ચિમના વિસ્તારના વરસાદ થયો ન હતો. હવામાન નિષ્ણાતના જણાવ્યા અનુસાર, 29 સપ્ટેમ્બર સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ઝાપટાંની શક્યતા છે.
અમદાવાદમાં માત્ર છાંટા પડવાની આગાહી છે. જેથી નવરાત્રીમાં ખેલૈયાઓનો મુડ બગડે તેવી કોઇ શક્યતા નથી.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, કરોડિયા ઘરમાં જાળા બાંધવા લાગ્યા છે એટલે ધીરે ધીરે વરસાદની વિદાય થશે.
વરસાદની વિદાય વચ્ચે પણ હજી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
સપ્ટેમ્બરના અંત સુધીમાં રાજ્યના કોઇપણ ભાગમાં વરસાદ આવવાની શક્યતા છે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ક્યાંક વરસાદ આવી શકે છે.
ગુરૂવારે વરસાદની આગાહીની વાત કરીએ તો, ભરુચ, ડાંગ, નવસારી, સુરત, વલસાડ, દાદરાનગર હવેલીમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવાની પણ આગાહી છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં આગામી પાંચ દિવસ સામાન્ય ઝાપટાં થવાની આગાહી છે.