માહિતી અને પ્રસારણ મંત્રાલયે ખોટી જાણકારી ફેલાવતી યૂટ્યૂબ ચેનલની વિરુદ્ધ કાર્યવાહી કરી છે.
10 ચેનલોમાંથી લગભગ 45 વીડિયો બ્લોક કરી દીધા છે.
સંબંધિત વીડિયોને બ્લોક કરવાનો આદેશ 23.09.2022ના રોજ ઈન્ફર્મેશન ટેકનોલોજી નિયમ 2021 જોગવાઈ અંતર્ગત જાહેર કરવામાં આવ્યો હતો.
બ્લોક કરવામાં આવેલા વીડિયોને 1 કરોડ 30 લાખથી વધારે વખત જોવામાં આવ્યો છે.
મંત્રાલય દ્વારા બ્લોક કરવામાં આવેલા અમુક વીડિયોનો ઉપયોગ અગ્નીપથ યોજના, ભારતીય સશસ્ત્ર દળ, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર, કશ્મીર વગેરે સંબંધિત મુદ્દા પર દુષ્પ્રચાર કરવામાં માટે ઉપયોગમાં લેવાતા હતા.
સામગ્રીને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિકોણ અને વિદેશી રાજ્યોની સાથે ભારતીય મૈત્રીપૂર્ણ સંબંધને લઈને ખોટા અને સંવેદનશીલ જોવા મળ્યા હતા.
અમુક વીડિયોમાં ભારતીય ક્ષેત્ર બહાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખના અમુક ભાગની સાથ ખોટા બહારી સરહદને દર્શાવ્યા છે.
આવી રીતે કાર્ટોગ્રાફિક ખોટી રીતે ભારતની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડિતતા માટે હાનિકારક હોવાનું જાણવા મળ્યું છે.
મંત્રાલય દ્વારા બ્લોક કરવામાં આવેલી સામગ્રીને ભારતની સંપ્રભુતા અને અખંડિતતા, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યોની સાથે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધો અને દેશમાં સાર્વજનિક વ્યવસ્થા માટે હાનિકારક હોવાનું કહેવાય છે.
આ જ કારણ છે કે, સામગ્રીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી અધિનિયમ 2000ની કલમ 69એના દાયરામાં સામેલ કરવામાં આવી હતી.