બોલિવૂડની 2 અભિનેત્રીઓ હાલ ભારે ચર્ચામાં છે.

ઠગ સુકેશ ચંદ્રશેખરના 200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝ અને નોરા ફતેહીની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. 

તેમને વારંવાર પૂછપરછ માટે ઈડી અને દિલ્હી પોલીસ દ્વારા બોલાવવામાં આવી રહ્યા છે.

ત્યારે કાલે એટલે કે 19 સપ્ટેમ્બરના રોજ ફરી જેકલીનને EOW ઓફિસ પહોંચવુ પડશે.

સોમવારે દિલ્હી પોલીસની (Delhi Police) આર્થિક અપરાધ શાખા ફરી એકવાર અભિનેત્રીની પૂછપરછ કરશે.

આ મામલામાં જેકલીનને અત્યાર સુધીમાં ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવી છે.

આ પહેલા જેકલીનની દિલ્હી પોલીસે 14 સપ્ટેમ્બરે લગભગ 8 કલાક પૂછપરછ કરી હતી.

મળતી માહિતી અનુસાર પૂછપરછ દરમિયાન જેકલીન બેચેન હતી.

કાલે ફરીથી સવારે 11 વાગ્યે તેની આ રીતે પૂછપરછ કરવામાં આવશે.

Thank You