સ્વામીનારાયણના સંતો દ્વારા આપત્તિજનક ટિપ્પણીનો મામલો
સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર લાલઘુમ થયા રમેશભાઈ ઓઝા
કહ્યું- ભોળાનાથનો મહિમા ન સમજે એની બુદ્ધિ ઉપર તરસ ખાઓ
હિંદુ ધર્મમાં સાધુ, સંત અને સંન્યાસી આ ત્રણેયને સમાજ સર્વોચ્ચ માન અને સન્માન આપે છે.
પરંતુ આજ ધર્મના સાધુ સંત અને સમુદાયના લોકો જો ધર્મ અને ભગવાનનું અપમાન કરે તો સમાજનો ચહેરો શરમથી જુકી જાય છે.
આ સમાજ એટલે હિંદુ ધર્મના કહેવાતા સંપ્રદાય, કહેવાતા સાધુઓ અને કહેવાતા સંતો છે. કેટલાક ધર્મમાં ક્યાક વાદ-વિવાદ છે, તો ક્યાંક આકરા સંવાદથી ચર્ચાઓ છે.
હિંદુ સંપ્રદાયના સોખડા હરિધામના સ્વામી આનંદસાગરે શિવજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરીને વિવાદ છેડ્યો છે.
સાધુ-સંત સમાજમાં આકરી ટીકાઓ અને ટિપ્પણી બાદ સ્વામીએ માફી માગવી પડી અને શિવભક્તોના રોષનો ભોગ બનવું પડ્યુ.
આ મામલે હવે કથાકાર રમેશ ઓઝાએ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો સામે ઉકળાટ ઠાલવ્યો હતો.
Thank you